જૂનાગઢમાં દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરીઆજીવીકા મિશન યોજના અંતર્ગત સ્વસહાય જૂથના બહેનો દ્વારા રાખી મેલાનો પ્રારંભ.

જૂનાગઢ

મહાનગર પાલિકા, જૂનાગઢ, યુ.સી.ડી. શાખામાં ચાલતી દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવીકા મિશન યોજના અંતર્ગત રચાયેલા સ્વસહાય જૂથ માં જોડાયેલા બહેનોને આર્થીક ઉપાર્જનના હેતુથી આગામી રક્ષાબંધન તહેવારને અનુસંધાને સ્વસહાય જૂથના બહેનો દ્વારા રાખી મેલાનું આયોજન તા. ૦૯/૦૮/૨૦૨૪ થી ૧૯/૦૮/૨૦૨૪ સુધી બહાઉદીન કોલેજ ફૂટપાથ પરની જગ્યા તેમજ રેડક્રોસનાં ગ્રાઉન્ડમાં (પોતાલા માર્કેટમાં) આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૬ સ્વસહાય જૂથના બહેનો દ્વારા સ્ટોલ કરવામાં આવેલ છે.

જેમાં રાખડી,ઈમીટેશન જવેલરી,તોરણ તોડલીયા,ગારમેન્ટસ, અગરબતી, ઘૂપ વગેરે વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.જૂનાગઢની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે, કે શહેરીજનો રાખડી તેમજ અન્ય ચીજવસ્તુની ખરીદી સ્વસહાય જૂથના બહેનો પાસેથી જ કરે અને બહેનોનાં ઉત્સાહમાં વધારો કરવા જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)