જૂનાગઢમાં બાગાયતી ખેતીમા વિવિધ લાભ મેળવવા માટે I-khedut પોર્ટલ પર ૧૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવા અનુરોધ.

જૂનાગઢ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતી માટે જુદી જુદી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લામા બાગાયત ખેતી કરતા તમામ ખેડૂત ભાઈઓને જણાવવાનું કે ચાલુ વર્ષમાં ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજના સરળતાથી મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ‘GROW MORE FRUIT CROPS’ અભિયાન અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળપાકોનું વાવેતર કરે તે આશયથી I-khedut પોર્ટલમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

બાગાયત ખેતી કરવા માંગતા ખેડૂતો માટે કમલમ ડ્રેગન ફ્રુટ, નાળિયેરી વાવેતર વિસ્તાર, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાક, ટીસ્યુ કલ્ચર ખારેક, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવાની ખેતી, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવામાં, કેળ ટીસ્યુ વાવેતર, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલસમાં સહાય, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ જેવી યોજનાઓ અંતર્ગત સહાય મળવાપાત્ર છે. આ તમામ યોજનાઓમાં સહાય લાભ લેવા માટે https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર તારીખ ૧૫/૦૮/૨૦૨૪ સુધી અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે ૭/૧૨, ૮-અ ની નકલ, જાતિના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ બેંક, બચત ખાતાની નકલ, સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રી ની કચેરી, લઘુકૃષિભવન, નિલમબાગ, તાલુકા સેવાસદનની બાજુમાં જૂનાગઢ ફોન નંબર ૦૨૮૫ ૨૬૩૫૦૧૯ ના સરનામે સમય મર્યાદામાં જમા કરાવવાના રહેશે જે નાયબ બાગાયત નિયામક શ્રી ની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)