જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનીલકુમાર રાણાવસિયા દ્વારા જૂનાગઢ જિલ્લા મામલતદારશ્રીઓ તેમજ નાયબ પશુપાલન નિયામકશ્રીને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં લાભ મેળવતી ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં પશુઓની ક્ષમતા ચકાસવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેમા જિલ્લાના મામલતદારશ્રીઓ દ્વારા તેમજ નાયબ પશુપાલન નિયામકશ્રી દ્વારા આ બાબતે ચકાસણી કરવામા આવી હતી. જેના ભાગરૂપે હજુ પણ સંભવીત ૯૦૦ થી વધારે પશુઓનો ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં સમાવેશ થઈ શકે એવી વિગતો મેળવી હતી.
જૂનાગઢ જિલ્લા શહેરી વિસ્તારમાં વિચારતા-રખડતા ગૌવંશ પશુઓના કારણે કોઈ દુર્ઘટના અકસ્માત, માનવ ઈજા જેવા બનાવ ના સર્જાય, તેમજ શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરી વિસ્તારમાં વિચરતા- રખડતા ગૌવંશ પશુઓને નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરીના સંકલનમાં રહી જૂનાગઢ જિલ્લામાં આવેલી વિવિધ ગૌશાળાઓ, પાંજરાપોળોને સોંપવાની કાર્યવાહી કરવા દિશા નિર્દેશ આદેશ જારી કર્યા છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)