જૂનાગઢમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. એન.એસ.એસ. સેલ દ્વારા પી.એફ.એમ.એસ. કાર્યશાળા યોજાઇ.

જૂનાગઢ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢનાં રાષ્ટ્રીય સેવા યોજના સેલ દ્વારા યુનિ.નાં કાર્યક્ષેત્રીય ચારેય જિલ્લાઓમાં કાર્યરત કોલેજોમાં ચલાવાતા એન.એસ.એસ.નાં પ્રોગ્રામ ઓફીસરશ્રીઓને પી.એફ.એમ.એસ. તાલીમ કાર્યશાળાનું આયોજન યુનિ.નાં કુલપતિ પ્રો. (ડો.) ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમને દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવી કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ ઉપસ્થિત પ્રોગ્રામ ઓફીસરશ્રીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે માળખાગત અભ્યાસક્રમોની સાથે-સાથે સ્કીલ બેઈઝ અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં હોલેસ્ટીક એપ્રોચ ડેવલપ થાય તે પણ જરૂરી છે. એકેડેમીક બેંક ઓફ ક્રેડીટનાં સુત્ર મૂજબ વિદ્યાર્થીઓ યુનિ.ઓમાં અભ્યાસ લક્ષી જ્ઞાનનૂં આદાનપ્રદાન થાય અને અભ્યાસ માળખાને અનુરૂપ તેમનાં વ્યક્તિવનું પણ ઘડતર થાય તે દિશામાં કેળવણી થવી આવશ્યક છે. સર્જનશક્તિ-સૃજ્જન શક્તિ લોકહિત માટે વિદ્યાર્થીઓમાં કાર્યરત બને તેવો ભાવ પ્રકટે તેવુ ગિરનારની ગોદમાં કર્મ કરી રહ્યા છીએ એ અહોભાગ્ય છે. સ્વાવલંબી ભારત અભિયાનનાં ભાગ રૂપ પ્રો. ત્રિવેદીએ યોજનાની જાહેરાત કરી હતી.

આ તકે સેન્ટર યુનિ.નાં સિસ્ટમ એનાલીસ્ટશ્રી પરમાર, સેન્ટર યુનિ.નાં સહાયક રજીસ્ટ્રાર શ્રી શમશેરસિંઘ, યુ.ડી.સી. શ્રી હરિચંદ્રભાઇએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. તાબા તળેની વિવિધ કોલેજોમાં ફરજરત એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસરોને પી.એફ.એમ.એસ. ની તાલીમ આપી હતી.

કાર્યક્રમનાં પ્રારંભે ડો. કપુરીયાએ પી.એફ.એમ.એસ. અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. યુનિ.નાં કુલસચિવ ડો. ડી.એચ. સુખડીયાએ સૈા તાલીમાર્થી પ્રોગ્રામ ઓફીસરશ્રીઓને રાષ્ટ્રીય સેવા યોજનાનું ફલક છેવાડાનાં અંત્યોદય સુધી વિસ્તરે એવી શુભકામનાં વ્યક્ત કરી હતી. કેશોદ એન.પી.આર્ટસ કોલેજમાં એન.એસ.એસ. ક્ષેત્રે દિર્ઘકાલીન સેવા આપી ચુકેલ પ્રા. જે. એમ. પટેલનું કુલપતિશ્રીએ પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી બહુમાન કર્યુ હતુ. આ પ્રસંગે વિવિધ ડિપાર્ટમેન્ટનાં વડા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. પરાગ દેવાણીએ સંભાળ્યુ હતુ. કાર્યક્રમનું આભાર દર્શન ઉના આર્ટસ કોલેજનાં પ્રિન્સીપાલ પ્રો.(ડો.) લીલીત બારૈયાએ કર્યુ હતુ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)