જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં આવેલા જટાશંકર મહાદેવ ની જગ્યા નજીક એક યુવતી પડી જતાં જી.આર.ડી./એસ.આર. ડી. જવાનો સહાયરૂપ થયા.

જૂનાગઢ

જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં આવેલા જટાશંકર મહાદેવ ની જગ્યા એ શ્રાવણ માસ માં દર્શનાર્થે તથા વરસાદી પાણીના ઘોઘા નીચે નહાવા જવા માટે લોકો નો મોટો ધસારો રહે છે તેનાથી સૌ પરિચિત છે.

તા.૧૧/૦૮/૨૦૨૪ ના રોજ જટાશંકર ખાતે ૧ મહિલાને પગ માં ઇજા થતા હાજર જી.આર.ડી. /એસ.આર. ડી. જવાનો ની હાજરી ત્યાં હોવાથી તેઓએ પોતે પહેરેલ શર્ટના સ્ટ્રેચર બનાવી તે મારફત ઈજા થયેલ બેન ને ૧૦૦૦ પગથીયા નીચે ઉતારી તેમના પરીવારના સભ્યો સાથે મેળાપ કરાવનાર જી.આર.ડી. /એસ.આર.ડી. જવાનોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્રારા રૂબરૂ બોલાવી અભીનંદન પાઠવી પ્રશંસાપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સ્ન્માનીત કરેલ તથા ભવીષ્યમાં આ પ્રકારે લોકોને ઉપયોગી થવા અને પોલીસ પ્રજાનો મીત્ર છે, તે સૂત્રને સાર્થક કરવા જણાવેલ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)