જૂનાગઢમાં ભારત પેટ્રોલિયમ કોર્પો. લી. કંપનીના ભારત ગેસ દ્વારા આપણુ રસોડું આપણી જવાબદારી થીમ અંતર્ગત ગૃહિણીની સલામતી માટે સેફ્ટી ક્લિનિક સાથે રસોઈ સ્પર્ધાનું આયોજન લોહાણા મહાજનવાડી રઘુકુળવાડી જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 20 ગૃહિણીઓએ ભાગ લીધો હતો તેમજ ખાસ શિયાળામાં વપરાતા ખજૂરની સ્પેશિયલ પોષ્ટિક મીઠાઈ લાઈવ બનાવવી હતી. સ્પર્ધા પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ કમાંકને સર્ટિફિકેટ અને ઈનામ આપવામાં આવ્યાં હતા જયારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ગૃહિણીને સર્ટિફિકેટ અને પ્રોત્સાહિત ઈનામ ભારતગેસ તરફથી આપવામાં આવેલ તેમજ ઉપસ્થીત દરેક ગૃહિણીને ખાસ ભારત ગેસ તરફથી એપ્રોન પણ આપવામાં આવેલ. સ્પર્ધાના નિર્ણાયક તરીકે કુકિંગ એક્સપર્ટ અંકિતા વણઝારા મહત્વની ભૂમિકા ભજવી હતી જેમા પ્રથમ નંબર પર અલ્કાબહેન પરમાર દ્વારા ખજૂર ઘારી લાઈવ બનાવી હતી.
જયારે દ્વિતીય નંબર પર ગીતાબહેન કોટક દ્વારા ખજૂરની રબડી લાઈવ બનાવેલ હતી તેમજ તૃતીય નંબર મેળવનાર જયશ્રીબહેન ગાલોરીયા દ્રારા ખજુર ટાકોગુઝ લાઈવ બનાવવામાં આવેલ હતા અને વાનગીની પસંદગી કરવામાં આવી હતી.
મહત્વનુ છે કે ખાસ વાનગીમાં વપરાયેલ વસ્તુઓ અને સ્વાદની સાથે સાથે સ્વચ્છતા અને ગેસ વપરાશ સમયે રાખવામાં આવતી સલામતીનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ. વિશેષ ગૃહિણીઓને રસોઈ બનાવતી સમયે ખાસ શું તકેદારી રાખવી અને રસોઈ બની ગયાં બાદ ગેસ વપરાશનાં ઊપયોગ પૂર્ણ કરીને શું સાવચેતી રાખવી તે અંગે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતુ સાથે સાથે ઇમરજન્સી સમયે કંપનીનો સંપર્ક કેવી રીતે કરવો તે પણ માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંજય ગેસ એજન્સીનાં માલિક હર્ષાબહેન લાખાણી તેમજ મેનેજર ભાવિન કારીયા તેમજ અને દેકારો ગ્રુપ ચેતનાબહેન તન્ના અને નિશાબહેન રૂપારેલિયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
ભારત ગેસના એરિયા સેલ્સ મેનેજર શરદ દ્વિવેદી આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે નાનકડી ભૂલ મોટો અકસ્માત સર્જી શકે છે તેવી જ રીતે નાનકડી લેવામાં આવેલ કાળજી મોટામાં મોટી દુર્ઘટના બનતી પણ અટકાવી પણ શકે છે. સમગ્ર કાર્યક્રમની આભારવિધી સંજય ગેસના માલિક હર્ષાબહેન લાખાણી દ્રારા કરવામાં આવી હતી.
અહેવાલ :જગદીશ યાદવ (જૂનાગઢ)