જૂનાગઢમાં મતગણતરીના દિવસ માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા.

જૂનાગઢઃ

જૂનાગઢ-૧૩ લોકસભા મતદાર વિભાગની મતગણતરી તા.૦૪-૬-૨૦૨૪ના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે થનાર છે. જેથી મતગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સુચારૂ ટ્રાફિક નિયમન માટે અધિક નિવાસી મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ. ચૌધરીએ વૈકલ્પિક રસ્તાઓ માટેનુ જાહેરનામુ બહાર પાડ્યું છે.

આ જાહેરનામું ચૂંટણી ની ગણતરી દિવસ પુરતુજ અમલી રહેશે..

મતગણતરીના કારણોસર જૂનાગઢ શહેર તેમજ આજુ બાજુના ગામડાઓમાંથી તેમજ ગીર સોમનાથ જિલ્લામાથી મોટી સંખ્યામાં માણસો એકઠા થનાર હોઇ, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તા. ૦૪-૦૬-૨૦૨૪ ના રોજ ૧ દિવસ માટે મધુરમ બાયપાસ થી સરદારના બાવલા સુધીના રસ્તા પર તમામ પ્રકારના વાહનો માટે ડાયવર્ઝન રૂટ મધુરમ બાયપાસથી આવતા તમામ ભારે વાહનો ખામધ્રોળ ચોકડીથી મજેવડી દરવાજા, ગીરનાર દરવાજા રીંગ રોડ થઇ પસાર થશે. તેમજ ટુ વ્હિલર, થ્રિ વ્હિલર, ફોર વ્હિલર પ્રકારના વાહનો આ જ રૂટ તેમજ ચોબારી ફાટક તથા ઝાંઝરડા ચોકડી થઇ પસાર થશે. વિસાવદર, બિલખા, મેંદરડા તરફથી આવતા વાહનો આગાખાન, સરદાર બાવલા, કાળવા ચોક, દાતાર રોડ, ગીરનાર દરવાજા રીંગ રોડ મજેવડી દરવાજા થઇ પસાર થશે.

ઉપરાંત ઝાંસીની રાણી સરદારબાગથી મોતીબાગ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે ડાયવર્ઝન રૂટ ઝાંઝરડા રોડ, ચોબારી ફાટક તથા ઝાંઝરડા ચોકડી થઇ પસાર થશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ જાહેરનામું તા.૦૪-૦૬-૨૦૨૪ ના રોજ એક દિવસ માટે અમલમાં રહેશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)