રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી ભાવનગર પ્રાયોજીત બહેનો માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.૧૬-૧૧-૨૦૨૪ થી તા.૨૫-૧૧-૨૦૨૪ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો.જેમા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સીટી ની ૫૧ બહેનોએ તથા અન્ય સ્વ ખર્ચે ૦૪ બહેનો સહીત કુલ ૫૫ જેટલી બહેનો એ તાલીમ લીધી હતી.
સફળતાપૂર્વક તાલીમ મેળવનાર તમામ તાલીમાર્થીઓને પૂર્ણાહુતી કાર્યક્રમમાં અધ્યક્ષ, કર્નલ શ્રીકુમારન પિલ્લાઇ બી.,કમાન્ડીંગ ઓફિસર, ૮ ગુજરાત બટાલીયન એન.સી.સી.જુનાગઢ., વાલી એ સોરઠ હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી હારુનભાઈ વિહળ, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડ, માઉન્ટઆબુ ખાતેની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના પૂર્વ પ્રિન્સીપાલ શ્રી કે.પી. રાજપૂત તથા માનદ ઇન્સ્ટ્રક્ટરોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્ણુ રાજસ્થાન, હેમચન્દ્રા પરમાર બરવાળા, પ્રિયા સોલંકી રાજકોટ, પ્રિયા મ્યાત્રા માણાવદર, પરેશ ચૌધરી પાલડી-મીઠી, દશરથ પરમાર પાટણ, રોહિત વેગડ સરતાનપર માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી
આ કાર્યક્રમમાં અધ્યક્ષ, કર્નલ શ્રીકુમારન પિલ્લાઇ સાહેબ એ બધા શિબીરાથીઓ ને પ્રોત્સાહન આપ્યું કે આવી શિબિર માં આવવું બહુ મોટી વાત છે તથા આખા ભારત માં હું બધી પર્વતારોહણ સંસ્થામાં ફર્યો છુ આ ગુજરાતની એક માત્ર અને બહુ સારી વિકસિત પર્વતારોહણ તાલીમ સંસ્થા છે તેથી આવી સંસ્થાનો લાભ વધુ ને વધુ ભારતભર ના વિધાર્થીઓ ને મળવો જોઈએ.
આ કાર્યક્રમમાં શ્રી હારુનભાઈ વિહળે કેમ્પના બાળકોને પ્રોત્સાહન આપતા કહ્યું સારી રીતે રહેવાનું ,મહેનત કરવાની, ખરાબ વર્તન નહિ કરવાનું અને જીવન માં આગળ વધવા માટેની ચાવી આપી હતી. આ તકે કેમ્પ ના શિબિરાર્થીઓ દ્વારા કેમ્પ ના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યુ કે ખડક ઉપર ચઢાણ અને ઉતરાણ કરતા શીખ્યા, પર્વતારોહણની તાલીમ માં પ્રકૃતિ ના ખોળે રહેવાનો આનંદ જ અલગ હતો.
કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક સ્વાગત સાથે શિબિર અંગેની માહિતી માનદ ઇન્સ્ટ્રક્ટર પ્રિયા સોલંકીએ આપી હતી. આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર અંબર વિષ્ણુ કરી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)