જૂનાગઢમાં મહોરમનાં પવિત્ર તહેવારમાં જાહેરમાં પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ

જૂનાગઢ

આગામી તા. ૧૭ જુલાઈનાં રોજ મહોરમનો તહેવાર આવતો હોય કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે જૂનાગઢ ખાતે સુલેહશાંતી અર્થે સાવચેતીનાં પગલા લેવા તા.૦૯/૦૭/૨૦૨૪ થી તા.૧૮/૦૭/૨૦૨૪ (બન્ને દિવસો સહિત) ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (સને- ૧૯૭૪ અધિનિયમ-૨) ની કલમ ૧૪૪ હેઠળ કોઇપણ ઢોર, પશુઓની કતલખાનાં બહાર જાહેર જગ્‍યાઓમાં કે શેરીઓમાં કતલ કરવા પર પ્રતીબંધ ફરમાવતુ જાહરનામાથી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એન.એફ.ચૌધરી તેમને મળેલ સત્તાની રૂએ મનાઇ હુકમ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર કલમ ૧૮૮ હેઠળ શીક્ષાને પાત્ર ઠરશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)