જૂનાગઢમાં માટીના ગણપતિ બનાવનાર પ્રથમ મહિલા .શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા માટીના ગણપતિ બનાવવાનો કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

સ્વ.શ્રી વીણાબેન પંડ્યા ગણપતિ દાદા માં અપાર શ્રદ્ધા ધરાવતા હતા અને જૂનાગઢમાં માટીના ગણપતિ બનાવનાર તે પ્રથમ મહિલા હતા. તેમણે જ માટીના ગણપતિ દાદા બનાવવાની જ્યોત જગાવી હતી. અને તેમના આ કાર્યને જીવંત રાખવા માટે સંહિતા મહિલા મંડળ દ્વારા ઓપન જુનાગઢ બહેનોને માટીના ગણપતિ દાદા શીખવવા માટે નો ફ્રી વર્કશોપ તા.3/9/ 24 ને મંગળવાર સાંજે 5 થી 7 શ્રી ખરડેશ્વર વાડી,જવાહર રોડ વાંઝાવાડ, જૂનાગઢ ખાતે રાખેલો છે.

માટી સંસ્થા તરફથી આપવામાં આવશે, બહેનોએ ચાકુ, દોરો, થાળી, પ્લાસ્ટિકની થેલી, પાટલો વગેરે આ બધુ લાવવાનું રહેશે.જે બહેનોએ માટીના ગણપતિ દાદા બનાવવા શીખવા હોય તેમણે ચેતના પંડ્યા-87338 22221 પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વધુમાં ખરડેશ્વર મહાદેવને સંહીતા મહિલા મંડળ તરફથી દીપમાળા તથા સમુહ આરતી રાખવામાં આવેલ છે. મહાદેવજી ની સમુહ આરતી કરવા માટે ઘરેથી દીવા લઈ ને આવવા વિનંતી કરવામાં આવી છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)