રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તા.૨૫-૧૧-૨૦૨૪ થી તા.૦૧-૧૨-૨૦૨૪ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો. જેમાં રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાના અનુસૂચિત જાતિના બાળકો ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ મેળવી હતી.
સફળતાપૂર્વક તાલીમ મેળવનાર તમામ તાલીમાર્થીઓને પૂર્ણાહુતી કાર્યક્રમમાં અધ્યક્ષ સી.જી.સોજીત્રા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જૂનાગઢ, એન.ડી.વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ.રાઠોડ, કે.પી.રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ તથા માનદ ઇન્સ્ટ્રક્ટરોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં રામભાઈ ચન્દ્રવાડીયા પાદરીયા, હસમુખભાઈ વેગડ સરતાનપર, પ્રીયા સોલંકી રાજકોટ, દશરથ પરમાર પાટણ, રવિકુમાર પરમાર બોટાદ, પવનકુમાર ઓઝા એ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે અને કે.પી. રાજપૂત અમદાવાદ, કોર્ષ ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી.
આ તાલીમમાં કાર્યક્રમમાં અધ્યક્ષ સી.જી.સોજીત્રા દ્વારા કેમ્પના બાળકોને ખાસ કરીને દીકરીઓને અભિનંદન પાઠવ્યા કે જેમણે આવી સાહસિક પ્રવર્તિઓમાં જોડાયા તથા તમામ તાલીમાર્થી ને શારીરિક, આરોગ્ય પોષણ માટે માર્ગદર્શન આપ્યું.
જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી વાળાએ તાલીમાર્થી ને પ્રેરિત કર્યા કે એક સચોટ તથા યોગ્ય ગોલ નક્કી કરી જીવન માં આગળ વધો અને સંઘભાવના થી કામ કરવાનું કહ્યું ઉપરાંત શિક્ષણ ની સાથે સાથે આવી સાહસિક પ્રવૃતીઓમાં વઘુને વઘુ જોડાવાની પ્રેરણા આપી અને ઇલેક્ટ્રિક ઉપકરણો નો આછો તથા સદુપયોગ કરવાનું કહ્યું અને પુસ્તકો નું વાંચન કરવાની ટેવ પાડવાનું જણાવ્યું હતું.
આ તાલીમમાં શિબિરાર્થીએ કેમ્પના અનુભવો વિશે તેમના અભિપ્રાય આપતા કહ્યુ કે, કેમ્પમાં ખુબ મજા આવી તથા તેઓને કુદરતી વાતાવરણમાં રહેવાની ખુબ મજા આવી તેમજ તેઓ તેમના મિત્રોને પણ આવા કોર્ષ કરવા માટે પ્રેરણા આપશે.
કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક સ્વાગત સાથે શિબિર અંગેની માહિતી ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડે આપી હતી. આ તકે કે.પી. રાજપૂતે શિબિરાર્થી ઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે માહિતગાર કર્યા હતા. આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર પવનકુમાર ઓઝાએ કરી હતી. તેમજ કાર્યક્રમનું સંચાલન માનદ ઇન્સ્ટ્રક્ટર રવિ પરમાર તથા પ્રિયા સોલંકીએ કર્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)