જૂનાગઢમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી – ૩૦ ઓગસ્ટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન.

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસની યાદમાં ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨થી દર વર્ષે ૨૯ ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે જૂનાગઢ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા ૩૦ ઓગસ્ટ, શનિવારે સવારે ૭:૦૦ વાગ્યાથી પી.ટી.સી ગ્રાઉન્ડ, બિલખા રોડ, જૂનાગઢ ખાતે રમતોત્સવ યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ મીટર દોડ, ગોળાફેંક, ફૂટબોલ તથા રસ્સા ખેંચ જેવી લોકપ્રિય રમતોની સ્પર્ધાઓ યોજાશે. આ રમતોમાં સરકારી, અર્ધસરકારી, સહકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકોને સહભાગી થવા આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ રમતોત્સવનો મુખ્ય હેતુ “ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ” ને પ્રોત્સાહન આપવાનો છે, જેથી વધુમાં વધુ નાગરિકો તંદુરસ્ત જીવનશૈલી અપનાવી શકે.

ભાગ લેનાર સ્પર્ધકોએ પોતાના નામની નોંધણી ૨૯ ઓગસ્ટ, સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે કરાવવાની રહેશે.

📌 સ્થળ: પી.ટી.સી. ગ્રાઉન્ડ, બિલખા રોડ, જૂનાગઢ
📌 તારીખ: ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫
📌 સમય: સવારે ૭:૦૦ વાગ્યાથી
📌 સ્પર્ધાઓ: ૧૦૦ મીટર દોડ, ગોળાફેંક, ફૂટબોલ, રસ્સા ખેંચ


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ