જૂનાગઢમાં રૂ.૧૧,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપ્યો.

જૂનાગઢ

જૂનાગઢ ના આબેદાબેન જાહિદખાન પઠાણ ચિતાખાન ચોક થી સરદાર બાગ તરફ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. સરદાર બાગ પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને ખ્યાલ આવેલ કે તેમનો રૂ.૧૧,૦૦૦/- ની કિંમતનો Realme કંપનીનો મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ આથી નેત્રમ શાખા પોલીસને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) નાપી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ પ્રતિકભાઇ કરંગીયા, પો.કોન્સ. પાયલબેન વકાતર, હરસુખભાઇ સિસોદીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા આબેદાબેન નો મોબાઇલ ફોન ચિતાખાના ચોકમાં જ ઓટો રિક્ષામાં બેસતા સમયે પડતો હોય તેવું CCTV માં સ્પષ્ટ જોવા મળેલ અને તુરંત જ એક અજાણ્યો બાઇક ચાલક તે મોબાઇલ ફોન લેતો જણાય આવેલ તે બાઇક નો રજી નં. GJ-11-AH-0264 શોધી પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા બાઇક ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ

પોલીસ સ્ટાફ દ્વારા તેમને ઠપકો પણ આપવામાં આવેલ.આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા આબેદાબેનનો મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા આબેદાબેને જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)