જૂનાગઢના વતની શ્રી અમરબીનભાઇ ઈમરાહીમભાઈ મજરુમ ઓટો રિક્ષા ચલાવી પોતાનું તથા પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે, અમરબીન ભાઇ ગાંધીચોક થી કાળવા ચોક પોતાની ઓટો રિક્ષા લઇ જતા હતાં તે દરમ્યાન તેમનો રૂ.૧૨,૦૦૦/- ની કિંમતનો Redmi કંપનીનો C53 મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ આથી આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ને કરતાં પી.એસ.આઇ. પી.એચ. મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. વિજયભાઇ છૈયા, તરૂણભાઇ ડાંગર, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી અમરબીનભાઇ જે રૂટ પરથી પોતાની ઓટો રિક્ષા લઇ પસાર થયેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા અમરબીનભાઇ રૂ.૧૨,૦૦૦/- ની કિંમતનો Redmi કંપનીનો C53 મોબાઇલ ફોન આઝાદ ચોક પાસે પડતો હોય તેવું CCTV માં નજરે પડેલ
એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા તે મોબાઇલ ફોન ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ ધ્યાને આવેલ હતું.
નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે વ્યક્તિનો આગળનો રૂટ ચેક કરતા તે અજાણ્યો વ્યકિત રજી. નં. GJ-37-A-3429 સાઇન બાઇક લઇને આવેલ હોય તેવું શોધી તે બાઇક ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ પોલીસ દ્વારા તે બાઇક ચાલકને ઠપકો આપી જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા અમરબીનભાઇનો રૂ.૧૨,૦૦૦/- ની કિંમતનો Redmi કંપનીનો C53 મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત તેમને પરત આપતા શ્રી અમરબીનભાઈ એ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)