જૂનાગઢમાં રૂ.૧૫૦૦/- ની કિંમતના Boat કંપનીના ઇયરબડ્સ ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ.

જૂનાગઢ

જૂનાગઢ ના શ્રી હર્ષ સતિષભાઇ ડાભી જેતપુર થી ઇકો ગાડીમાં બેસી જૂનાગઢમાં ગાંધી ચોક ઉતરી ગયા પછી યાદ આવ્યું કે તેમના ઈઅરબડૅ ઈકોમા ભુલાઈ ગયાં છે આથી નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હરસુખભાઇ સિસોદીયા, અંજનાબેન ચવાણ, પાયલબેન વકાતર, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી CCTV કેમેરાની મદદથી ચેક કરી ઇકો ગાડીના રજી નં. GJ-03-KP-0133 શોધી ઇકો ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે ઇયરબડ્સ તેમની પાસે હોવાનું જણાવેલ. આમ Boat કંપનીના ઇયરબડ્સ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)