જૂનાગઢમાં રૂ.૨૦,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા તાત્કાલીક શોધી આપેલ.

જૂનાગઢ

જૂનાગઢ ના ખેર રીના ભગવાનભાઇ વર્લ્ડ ઇનબોક્સ ખાતે ક્લાસીસ કરે છે, રીનાબેન પ્રમુખ જ્વેલર્સથી ઓટો રિક્ષામાં બેસી વર્લ્ડ ઇનબોક્સ ક્લાસીસમાં જતાં હતાં તે દરમ્યાન તેમનો રૂ.૨૦,૦૦૦/- ની કિંમતનો MI કંપનીનો Note 10 pro મોબાઇલ ફોન ઓટો રિક્ષા માં જ ભુલાઈ ગયેલ આથી રીનાબેને નેત્રમ શાખા પોલીસને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પો.કોન્સ. રાહુલભાઈ મેઘનાથી, સુખદેવભાઈ કામળીયા, રૂપલબેન છૈયા, એન્જીનીયર રિયાઝભાઈ અંસારી સહીતની ટીમ દ્વારા રીનાબેન ખેર પ્રમુખ જ્વેલર્સ થી વર્લ્ડ ઇનબોક્સ ક્લાસીસમાં જવા જે ઓટો રિક્ષામાં બેસેલ તે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરા ની મદદથી મોબાઇલ ફોન જે ઓટો રિક્ષામાં ભૂલી ગયેલ તે ઓટો રિક્ષાનો રજી.નંબર GJ-07-VV- 2419 શોધી પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે મોબાઈલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રીનાબેન ખેરનો મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.આમ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)