જૂનાગઢમાં રૂ.૭,૫૦૦/- ની કિંમતની I20 ફોરવ્હીલની ચાવી ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા તાત્કાલીક શોધી આપેલ.

જૂનાગઢ

જૂનાગઢ ના શ્રી કેયુર યશવંતભાઇ રાવલ પોતાના ઘરેથી ઓટો રિક્ષામાં બેસી એમ.જી.રોડ તરફ જતા હતાં તે દરમ્યાન કેયુરભાઇની રૂ.૭,૫૦૦/- ની કિંમતની I20 ફોરવ્હીલની ચાવી ઓટો રિક્ષામાં જ ભુલાય ગયેલ આથી નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા.ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. શિલ્પાબેન કટારીયા, નરેન્દ્રભાઇ દયાતર, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીત ની ટીમ દ્વારા શ્રી કેયુરભાઇ રાવલ જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી ઓટો રિક્ષાનો રજી નં. GJ-17-UU- 0092 શોધેલ.

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા કેયુરભાઇની I20 ફોરવ્હીલની ચાવી તેમની પાસે હોવાનું જણાવેલ. આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કેયુરભાઇ રાવલની રૂ. ૭,૫૦૦/- ની કિંમતની I20 ફોરવ્હીલની ચાવી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)