જૂનાગઢમાં શ્રી ભુતનાથ મહાદેવ વિધાપીઠ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા વિધાર્થીઓ માટે નિ:શુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી.

જૂનાગઢ
જુનાગઢ શહેરનાં મધ્યમાં બિરાજતાં જુનાગઢના નાથ એવા ભુતનાથ મહાદેવ નું મંદીર અતિ પ્રાચીન અને ઐતિહાસીક મંદીર છે. આ મંદીર ટ્રસ્ટ વર્ષ દરમ્યાન અનેક સાંસ્કૃતિક, ધાર્મિક તથા આધ્યાત્મીક કાર્યક્રમોનું આયોજન કરે છે.

૨૦૨૪-૨૫ નાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન જુનાગઢ જીલ્લામાં વસવાટ કરતાં અને સનાતન ધર્મમાં શ્રધ્ધા ધરાવતા વિધાર્થીઓને શૈક્ષણિક વર્ષ દરમ્યાન ભુતનાથ મંદીર, જુનાગઢ ખાતે વિધાર્થીઓને સંસ્કૃત, ભાગવત પઠન શીખવાડવામાં આવશે. અભ્યાસ માટે આવનારા વિધાર્થીઓને ભુતનાથ મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક નિવાસ તથા ભોજનની વ્યવસ્થા શ્રી ભુતનાથ મહાદેવ વિધાપીઠ એજયુકેશન ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે તો
જોડાવવા ઈચ્છતાં વિધાર્થીઓએ સત્વરે ભુતનાથ મંદીર, જુનાગઢ ખાતેથી પ્રવેશ ફોર્મ મેળવી લેવું.

વહેલા તે પહેલાનાં ધોરણે વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તેમ શ્રી ભુતનાથ મહાદેવ મંદિર ના મહંત તથા શ્રી ભુતનાથ મહાદેવ મંદિર વિધાપીઠ એજયુકેશન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી મહેશગીરી બાપુએ એક યાદી માં જણાવ્યું છે.

અહેવાલ- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)