જૂનાગઢમાં સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસ ખરીદી પ્રક્રિયા શરુ થશે.

જૂનાગઢ

તા.૧ સપ્ટેમ્બર, ૨૦૨૪થી એપીએમસી ખાતે રજિસ્ટ્રેશન પ્રક્રિયાઃ ખેડૂતોને આ નોંધણી કરાવવા અને ટેકાના ભાવની આ ખરીદીનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો અનુરોધ

સરકાર દ્વારા સીઝન ૨૦૨૪-૨૦૨૫ માટે ટેકાના ભાવે કપાસ ખરીદી પ્રક્રિયા શરુ થશે. આ અંગે કપાસ વેચાણકર્તા ખેડૂતોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એપીએમસી ખાતે તા.૧ સપ્ટેમ્બર, ૨૦૨૪થી શરુ થશે. કપાસ ઉત્પાદન અને ટેકાના ભાવે વેચાણકર્તા ખેડૂતોને આ નોંધણી કરાવવા અને ટેકાના ભાવની આ ખરીદીનો લાભ લેવા, જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)‌