જૂનાગઢમાં સૌપ્રથમ વખત શરૂ થશે ડિજિટલ માર્કેટિંગનો કોર્ષ

જૂનાગઢ

તાજેતરમાં જૂનાગઢનાં ભેંસાણ રોડસ્થિત નોબલ યુનિવર્સિટી દ્વારા અમદાવાદ ની ડિજિટલ માર્કેટિગ માટે સુપ્રસિદ્ધ  ડિજિટલ સંદીપ એકેડેમી સાથે MoU કરવામાં આવ્યા. પ્રવર્તમાન યુગને ઘ્યાનમાં રાખતાં આવનારા સમયમાં ડિજિટલ માર્કેટિંગનો વ્યાપ ખૂબ જ વધવાનો છે ત્યારે માત્ર ધો.૧૨ પાસ કરેલાં વિદ્યાર્થીઓ ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે,મોટાં ઉદ્યોગ સાહસિકો તેમજ નાના વેપારીઓ પોતાનાં બિઝનેસનો વ્યાપ વધારી શકે તેમજ ગૃહિણીઓ ઘરે બેઠાં કામ કરીને આત્મનિર્ભર બને તે હેતુથી નોબલ યુનિવર્સિટી ખાતે ૬ તથા ૮ મહિનાનાં અલગ અલગ સર્ટિફિકેટ કોર્ષ તેમજ ૨ વર્ષનો માસ્ટર્સ કોર્ષ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ અને તેની આસપાસ નાં વિસ્તારનાં લોકો ઝડપથી વધતાં ડિજિટલ યુગ સાથે કદમ મિલાવીને આગળ વધી શકે તે હેતુથી નોબલ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ જગતમાં કરવામાં આવેલી આ પહેલને નોબલ યુનિવર્સિટીનાં પ્રેસિડેન્ટશ્રી નિલેશભાઈ ધુલેસિયા,વાઈસ પ્રેસિડેન્ટશ્રી ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી વિ.પી.ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટીશ્રી કે. ડી.પંડયા અને  પ્રોવોસ્ટ ડો.એચ.એન. ખેર દ્વારા  બિરદાવવામાં આવી છે તેમજ વઘુમાં વઘુ લોકો આ તકનો લાભ લે તેવો જાહેર અનુરોધ કરવામાં આવેલ છે તેમ નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. જય તલાટીની એક યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)