જૂનાગઢમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં વિજેતા થનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રોકડ પુરસ્કાર તેમજ એવોર્ડ આપવામાં આવશે.

જૂનાગઢ

રાજ્ય સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. જેવી કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ અને રાજ્યના એસોસિયેશન દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને રાજ્યકક્ષાના રાજ્યના ચંદ્ર વિજેતા ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહ બારૈયા એવોર્ડ આપવાની યોજના અમલમાં છે. ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી બારીયા એવોર્ડ માટે અરજી કરવાની રહેશે. પાત્રતા ધરાવતા ખેલાડીઓને સદર એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે.

રાજ્યના સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા ની સ્પર્ધાઓ અને એસોસિયેશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના કેન્દ્ર વિજેતા ખેલાડીઓની શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કક્ષાના રાજ્યમાં ભાગ લેનાર ખેલાડીઓને કૃતિકા આપવાની યોજના અમલમાં છે. ગુજરાત રાજ્યની જે ખેલાડીઓ ગત વર્ષ ૨૦૨૩-૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય, તેઓને શિષ્યવૃત્તિ માટે રૂપિયા ૨૫૦૦ અને ગત વર્ષે ૨૦૨૩-૨૪ ના રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હોય તેઓને વૃતિકાના રૂ.૨૦૦૦ આપવાની યોજના અમલમાં છે

નિવૃત્ત રમતવીરોને પેન્શન આપવાની યોજના માટે પોતાની કારકિર્દી દરમિયાન રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ મેડલ મેળવેલ હોય તેવા રમતવીરોને માસિક રૂપિયા ૩૦૦૦ પેન્શન આપવાની યોજના અમલમાં છે. રાજ્યના રમત-ગમત મંડળને માન્યતા અને અનુદાનની યોજના અંતર્ગત ચાલતા તેમજ નવા શરૂ કરવા અંગે યોજના અમલમાં છે.

રાજ્યને વ્યાયામની પ્રવૃત્તિઓ ચાલતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમ અનુસાર ચાલતી વ્યાયામ શાળાઓને માન્યતા અને રૂ.૧,૦૦,૦૦૦ આપવાની યોજના અંતર્ગત અરજી ફોર્મ મંગાવવામાં આવે છે.

અંબુભાઈ પુરાણી એવોર્ડ માટે રાજ્યમાં વ્યાયામની પ્રવૃત્તિઓ ચાલતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમ અનુસાર ચાલતી અને અત્રેની કચેરી દ્વારા વ્યાયામ શાળાઓને માન્યતા હોય તેમાં જે વિશિષ્ટ કામગીરી કરેલ હોય તેવા વ્યક્તિ માટે સન્માન રૂપે રૂ.૫૧,૦૦૦ ની રોકડ પુરસ્કાર અંગેની યોજના અમલમાં છે.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતના ખેલાડીઓને રૂપિયા ૭૫,૦૦૦ હજારની મર્યાદામાં આર્થિક સહાય આપવા અંગેની યોજના અમલમાં છે. તેનો લાભ મેળવવા માંગતા ખેલાડીઓને આર્થિક સહાય ચૂકવવામાં આવશે.

ઉક્ત યોજનાઓ માંથી લાભ લેવા માટે ખેલાડીઓ પાસેથી વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે અરજી મંગાવવામાં આવે છે. ઇચ્છુક સ્પર્ધકો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ની વેબસાઈટ https://sportsauthority.gujarat.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. તેમ સ્પોર્ટ્સ ઓથારીટી ઓફ ગુજરાતની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)