જૂનાગઢમાં ૬ થી ૧૪ વર્ષ ના બાળકો માટે ચિલ્ડ્રવન પેન્ટિંગનું વર્કશોપનું આયોજન.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને બાળકોને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળી રહે તે હેતુથી ચિલ્ડ્રકન પેન્ટિંગ વર્કશોપનું આયોજન સચિવશ્રી, ગુજરાત રાજય લલિતકલા અકાદમી, અમદાવાદ અને જિલ્લાે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ દ્રારા કરવામાં આવનાર છે. જેમાં ૬ થી ૧૪ વર્ષ ના (જન્મ તા. ૦૧/૦૧/૨૦૧૧ થી ૩૧/૧૨/૨૦૧૮ વચ્ચે જન્મેલા હોવા જોઈએ) બાળકો આ પેઇન્ટીંગ વર્કશોપમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ તા.૧૦/૧૦/૨૦૨૪ ના રોજ બપોરના ૧૨-૦૦ વાગ્યા સુધીમાં જિલ્લાે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લો/ક નં. ૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે જરૂરી પુરાવા (આધારકાર્ડ) સાથે અરજી કરાવાની રહેશે. જેના ફોર્મ ફેસબુક આઇ.ડી. Dydo Junagadh પરથી મેળવી શકાશે. અરજી કરેલ બાળકોને વર્કશોપના સમય અને સ્થએળની જાણ કરવામાં આવશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢની અખબારી યાદીમાં જણાવાયુ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)