જૂનાયઢ જિલ્લામાં બામણાસા, મેંદપરા, માખીયાળા ગામે સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમો યોજાયા.

જૂનાગઢ

રાજયના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોના ઝડપી ઉકેલ માટે શહેરી વિસ્તારમાં અને મહાનગરપાલિકા તથા નગરપાલિકા કક્ષાએ તથા ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જૂનાયઢ જિલ્લાનાં કેશોદ તાલુકાના બામણાસા ગામે ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, પ્રાંતઅધિકારીશ્રી, મામલતદારશ્રી તેમજ જૂનાગઢ તાલુકાનાં માખીયાળા તેમજ ભેસાણ તાલુકાનાં મેંદપરા ગામે જૂનાગઢ જિલ્લા આયોજન અધિકારીશ્રી પ્રાંતઅધિકારીશ્રી, મામલતદારશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ, સ્વચ્છતા શપથ, સ્વચ્છતા હી સેવા, એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને ઘર આંગણે જ ૫૫ પ્રકારની સેવા આપવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)