જેતપુર ઘટકમાં ખાખામઢી આશ્રમ ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઊજવણી કરવામાં આવી.

જેતપુર

જેતપુર ઘટકમાં ખાખામઢી આશ્રમ ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઊજવણી કરવામાં આવી. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટીએચઆર માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓ નું નિદર્શન ,કિશોરીઓ દ્વારા પોષણ ગરબો, આંગણવાડીના નાના-નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, તેમજ બાળકોના વાલી દ્વારા સાફલ્ય ગાથા વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા તેમજ કેન્દ્રો લેવલે પૂર્વ પ્રાથમીક શિક્ષણ અને મંગળ દિવસની સારી ઊજવણી કરતા આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરેલ તેમજ કિશોરીઓ અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો જનકભાઈ ડોબરીયા( પુર્વ આરોગ્ય ચેરમેન શ્રી),બિંદીયા બેન મકવાણા(જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી),નીતાબેન ગુંદાળિયા(કારોબારી અધ્યક્ષ શ્રી તાલુકા પંચાયત),બાબુભાઈ ખાચરિયા(જેતપુર શહેર મહામંત્રી શ્રી ભાજપ),સુભાષભાઈ બાંભરોલીયા( જિલ્લા પંચાયત સદસ્ય શ્રી),રાહુલભાઈ અસલાણી(જેતપુર શહેર મહામંત્રી શ્રી),રમાબેન મકવાણા(પૂર્વ પ્રમુખ શ્રી નગરપાલિકા), મામલતદાર શ્રી ગ્રામ્ય ભેસાણીયા સર, મામલતદાર શ્રી શહેર પટોડીયા સર, તાલુકા વિકાસ અધિકારી શ્રી વણપરીયા સાહેબ અને બાળ વિકાસ યોજના અધિકારી શ્રી તૃપ્તિ મેડમ આ તમામની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી .

અહેવાલ :- અહેવાલ કરન સોલંકી (જેતપુર)