જેતપુર જામકંડોરણાનાં ભાજપનાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાનીમાં તિરંગા પદ યાત્રા નો કાર્યક્રમ યોજાયો.

જેતપુર

જેતપુર ખાતે હર ધર તિરંગા અંતર્ગત તિરંગા પદ યાત્રા કાર્યકમ યોજાયો જેતપુર ના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય તિરંગા યાત્રા નીકળી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયાં જેતપુર ખાતે યોજાયેલ તીરંગાપદયાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી રેલી સરુકરી જેતપુર ના મુખ્ય રાજમાર્ગો પર ફરી વળેલ હતી જેમાં જેતપુર ની વિવિધ સામાજિક સંસ્થાઓ હાઇસ્કુલો તેમજ જી.કે. એન્ડ સી.કે બોસમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નાં વિદ્યાર્થીઓ પણ જોડાયા,

બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના ભાઈઓ બહેનો હાઈસ્કુલ અને કોલેજ સ્ટાફ સહિતગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારત માતાકી જય વંદે માતરમ જય જવાન જય કિસાન સહિતના વિવિધ નારાઓ સાથે આખુ શહેર દેશભક્તિના રંગે રંગાયેલ હતું આ તિરંગા પદયાત્રામાં જેતપુર નવાગઢ નગરપાલિકા ના ચીફ ઓફિસર તેમજ તેમનો સ્ટાફ અને જેતપુર જામકંડોરણા ના ભાજપ નાં તમામ હોદ્દેદારો બહોળી સંખ્યામાં લોકો જોડાયાહતા આ તિરંગા પદ યાત્રા માં જેતપુર પોલીસ ની આગેવાની હેઠળ તમામ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી દાખવી હતી‌ ત્યારે તિરંગા પદયાત્ર સફળતા જેતપુર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્ર ગાનસાથે પૂર્ણ કરવામાં આવેલ હતો.

અહેવાલ:- કરન સોલંકી (જેતપુર)