જેતપુર
દેશની આઝાદીના 75 વર્ષ બાદ જેતપુર તાલુકા પંચાયતમાં પહેલીવાર દલિત પ્રમુખ બન્યાં છે તે પણ એક મહિલા ત્યારે તેમને આ સપ્ટેમ્બર મહિનામાં પ્રમુખ તરીકેનું એક વર્ષ પૂર્ણ થશે. તેમજ આ પ્રમુખ પોતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેનો હોદ્દો પણ ધરાવે છે. એટલે કે એક તેઓ ડબલ હોદ્દા ધરાવે છે. અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની ચેમ્બર પણ અન્ય ઓફિસ સ્ટાફને સોંપવામાં આવેલી હોય સામાજિક ન્યાય સમિતિના અન્ય સભ્યોને પણ પોતાની જ ચેમ્બરમાં પોતના માટે જ બેસવાની જગ્યા ન હોય તેઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ સામાજિક ન્યાય સમિતિના કામેથી દૂર-દૂરના ગામડેથી આવતા અરજદારોને પણ મહિલા ચેરમેન ઘેર-હાજર રહેતા હોય ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
જેને લઇને દલિત સમાજમાં પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે આ મહિલા પ્રમુખ તેમજ ચેરમેન અનુ.જાતિની સીટ પર ચૂંટાઈને પ્રમુખ, ચેરમેન તો બની ગયા છે. પણ કામગીરી નામે શૂન્ય છે કેમ કે મોટા ભાગના લોકોનું કહેવું છે કે આ મહિલા પ્રમુખ ક્યારેય પણ તાલુકા પંચાયતમાં પોતાની ચેમ્બરમાં હાજર નથી હોતા. તેમજ અનુ.જાતિ માટે ભારતના બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ આવતી સરકારમાંથી આવતી અનુ.જાતિની ગ્રાન્ટ પણ તેઓ યોગ્ય જગ્યાએ વાપરી નથી શકતા. તેમજ તેઓ પ્રમુખ હોવા છતાં તેઓ તેઓનું કંઈ ઉપજતું ન હોય બીજા રાજકીય વ્યક્તિઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવતો હોય તેવી લોકચર્ચાઓથી લોકો એ પણ કહી કહી રહ્યા છે કે આ મહિલા પ્રમુખ તો રબ્બર સ્ટેમ્પ પ્રમુખ છે. તેનું ઉદાહરણ જોવું હોય તો તાલુકા પંચાયતમાં પ્રમુખની ચેમ્બરમાં લગાવવામાં આવેલા પંચાયત સભ્યોની સૂચિ દર્શાવતા બોર્ડમાં છેક આ દલિત મહિલા પ્રમુખનું નામ 04 ક્રમે જોઈ શકાય છે. જો કે પ્રમૂખનું નામ તો પહેલા ક્રમાંકે જ હોવું જોઈએ પણ રબ્બર સ્ટેમ્પ પ્રમુખનું કંઈ ઉપજતું ન હોય તેવું લોકચર્ચા એ જોર પકડ્યું છે.
અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)