જેતપુર નજીક રૂરલ એલસીબી પોલીસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

જેતપુર

મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સુચનાને ધ્યાને લઈ રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હેડ.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમારને સંયુક્ત બાતમી હકિકત મળી હતી કે, જેતપુરમાં રાજકોટ – પોરબંદર નેશનલ હાઈવે ઉપર નવાગઢ મયુર ફાર્મ સામે રોડ ઉપરથી જીજે-૦૩-બી ઝેડ -૮૩૬૨ નંબરનો ટ્રક નિકળનાર છે જેમાં વિદેશી દારૂનો જથ્થો છે.જેના આધારે વોચમાં હોય ત્યારે બાતમીવાળો ટ્રક નીકળતા તેને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી ૨૨૨ બોટલ દારૂ, ૧૬૪ બોટલ બિયર મળ્યા મળી આવતા પોલીસે દારૂ અને બિયર તેમજ બે મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ મુદ્દામાલ રૂ.૧૦,૬૮,૮૦૦ લાખના મુદ્દામાલ સાથે આરોપી સિંકદર ગનીભાઈ તરકવાડિયા રહે.નવાગઢ જુમા મસ્જિદ,ફિરોજ ઉર્ફે ટમલો વલીભાઈ ઉઢેચા રહે. નવાગઢ જેતપુરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.જેમાં તેઓએ દારૂ મહારાષ્ટ્રથી ભાવેશ ઉર્ફ ભલાભાઈ પટેલ, ફિરોઝ યુસુફ ઘાંચી રહે. બન્ને જેતપુર નવાગઢ મંગાવ્યો હોવાની કબૂલાત આપતા બન્નેની શોધખોળ હાથ ઘરી છે.

અહેવાલ:- કરન સોલંકી (જેતપુર)