જેતપુર
જેતપુર શહેરના પાંચ પીપળા રોડ પર આવેલ રહેણાંક મકાનમાં બે વયોવૃદ્ધ મિત્રો ભેગા મળી કોલ્ડ્રીંક્સમાં ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
બનાવની વિગતો મુજબ શહેરના પાંચ પીપળા રોડ પર રેસીડેન્ટ મકાનમાંથી બે મિત્રોએ સજોડે આપઘાત કર્યાનો. કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં પાંચ પીપળા રોડ પર રહેતા વસંતરાય તોલારામ ખુવા(ઉ.વ.64 )તેમજ અમૃત કરશનભાઈ મુરાણી (ઉ.વ.70) બંને વયો વૃદ્ધ મિત્રોએ અગમ્ય કારણોસર ભેગા મળી કોલ્ડ્રીંક્સ માં ઝેરી પદાર્થ અથવા તો દવા ભેળવી મોતને વાહલું કર્યું હતું. જે જગ્યા પર બંને મિત્રોએ એક સાથે આપઘાત કર્યો હતો ઘટના સ્થળે બન્ને મિત્રો ખુરશીમાં જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમજ એક મૃતકના હાથમાં માળા હતી તેમજ ઘટના સ્થળ પર ઓમ ત્રંબકમ યજામહેના મંત્રના જાપ ચાલુ હતા. પોલીસે બંને મિત્રોની લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આપઘાતનું કારણ જાણવા પોલીસે ગતિવિધિ તે જ કરી છે.
અહેવાલ:- કરન સોલંકી (જેતપુર)