જેતપુરમાં 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક, સારવાર દરમિયાન દુઃખદ મોત

જેતપુર શહેરમાંથી દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં એક યુવાનને હાર્ટ એટેક આવતા તેના જીવતા જીવ ગુમાવવો પડ્યો છે. મળતી માહિતી અનુસાર, જેતપુરના ટાકુડી પરા વિસ્તારમાં રહેતા યશ દિનેશભાઈ પાંભર, ઉંમર 28 વર્ષ,ને પોતાના ઘરમાં અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.

યુવાનને તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ એટેકના કારણે યુવાનના દુઃખદ અવસાનથી પરિવારજનો તથા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે દુઃખનું વાતાવરણ સર્જી દીધું છે અને યુવાનના અકાલમૃત્યુએ પરિવારજનોને ઝાઝું દુઃખ આપ્યું છે.