જેતપુરમાં ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલ આસો કા રાસોત્સવમાં ખેલૈયા ઝૂમી ઉઠ્યા.

જેતપુર

જેતપુરમાં ધવલ ઈન્ટરનેશનલ સ્કુલના ગ્રાઉન્ડમાં ધવલ સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કુલ, એસપીવીએસ કેમ્પસ તથા પીડીબી કેમ્પસના વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ માટે આસો કા રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ, શક્તિરૂપેણ જગતજનની માતાની શ્રદ્ધા અને આસ્થાની સાથે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ ટ્રેડીશનલ ડ્રેસ પેહરી લગભગ ૪૦૦૦ જેટલી સંખ્યાની હાજરીમાં માતાજી આરતી કરી ગરબે ઝૂમી ઉઠ્યા હતા. વેલ ડ્રેસ, વેલ પરફોર્મન્સ, પ્રિન્સ, પ્રિન્સેસ અલગ અલગ કેટેગરીમા શિલ્ડ અને પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવેલ. રાજકોટ જીલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી દિનેશભાઈ ભૂવા, સરપંચશ્રીઓ, અલગ અલગ સંસ્થાઓના આગેવાનો,પત્રકારમિત્રો, ત્રણેય કેમ્પસના પ્રિન્સિપાલ, એચઓડી તથા સમગ્ર સ્ટાફ હાજર રહેલ અને વિદ્યાર્થીઓના પરફોર્મન્સને નિહાળેલ.

અહેવાલ:- કરણ સોલંકી (જેતપુર)