જેતપુર
જેતપુરમાં આગામી દિવસોમાં આવતા પર્યુસણ પર્વ નિમિત્તે તમામ કતલખાના ઓ બંધ કરાવી વેચાણ પર પ્રતિબંધ કરાવવા હિન્દુ સેના દ્વારા નગરપાલિકા અને મામલતદારને આવેદન પત્ર પાઠવી અપીલ કરી છે.
હિન્દુ ધર્મ ના પવિત્ર તહેવાર તરીકે શ્રાવણ માસ આસ્થા ભર્યો રહે છે. આ માસમાં ખાસ કરીને શિવજીની ઉપાસના કરી ભગવાન ભોળાને રીઝવવા ભક્તો અથાગ પ્રયત્નો કરે છે. ઉપરાંત વિવિધ ધાર્મિક પૂજા-અર્ચના તેમજ દેવતાઓની આરાધના થાય છે. જેથી હિન્દુઓના ધાર્મિક તહેવાર તેમજ આગામી જૈન સમાજના પર્યુષણ પણ શરૂ થતા હોય કોઈ પશુના કતલના તેમજ રોગચાળો ના ફેલાય તે હિતને લઈ જેતપુરમાં ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ સેના એક સાથે મળી મામલતદાર તેમજ ચીફ ઓફિસર ને આવેદન આપ્યું હતું
આગામી તા ૩૧/૦૭ થી પાવન પવિત્ર પર્વવિરાજ પર્યુપણે તથા ૦૫/૦૮ થી શ્રાવણ મહિનો શરૂ થતો હોય. જયારે મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરએ જાહેરનામું બહાર પાડી માંસ. મટન,, ઇંડા ની લાગે -ગલ્લા તથા કતલખાનાઓ બંધ રાખવા ફરમાન જાહેર કરેલ છે.જયારે નગર પાલિકા વિસ્તારમાં ચીફ- ઓફિસર દ્વારા પણ આવું જાહેરનામું
પાડી, માંસ, મટન, ઈડાની લારી-ગલ્લાઓ તથા કતલખાનાઓ બંધ કરવા જાહેરનામું બહાર પાડી, જેતપુરમાં ચાલતા કતલખાનાઓ તેમજ માસમાં તને લારીઓ બંધ કરાવવા માટે હિન્દુ સેના દ્વારા આવેદન પત્ર પાઠવ્યું હતું.
જેતપુરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં આવતી નથી પ્રતિબંધ હોવા છતા જેતપુરમાં માંસ, મટન, મચ્છી વિગેરે નોનવેજ ખૂલ્લેઆમ વેચાય છે જેને કોઈપણ પ્રકારની સ્વચ્છતાક અભિયાન ઝુંબેશ પણ હાથ લગાડતી નથી દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન પણ આ પ્રકારની રેકડીઓ, હોટલો, કતલખાનાઓને કયારેય તંત્ર હાથ લગાડતુ નથી જે ખૂબજ દુઃખદ છે. ધોરાજી રોડ, જૂનાગઢ રોડ તેમજ નવાગઢના એરીયાઓમાં ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમે છે. જે રીતે જળાશયોમાં પણ ગેરકાયદેસર રીતે નિયમિત મચ્છીમારી થાય છે.
જગ્યા રોકાણ કાયદાનો સદંતર ભંગ કરી જેતપુરમાં ના લગભગ તમામ વિસ્તારોમાં સમગ્ર પણે ૩૦૦ થી વધુ માંસ મટન, ,ઈંડાની લારીઓ છે તે પણ હટાવવા હિન્દુ સેનાએ માંગણી કરી છે. આ સાથે સ્વચ્છતલ અભિયાનમાં દબાણ હટાવ ઝુંબેશમાં, આરોગ્ય અભિયાનમાં આ નોનવેજના હાટડાઓ, કતલખાનાઓ ઉપર પણ નિયમાનુસાર કાર્યવાહી થાય તેવી પણ રજૂઆત કરી છે.હિન્દુ સેનાના તમામ કાર્યકરો તેમજ શહેરના હિન્દુ વાદી લોકોVએ આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.
અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)