જેતપુરમાં મહત્વની નાગરિક સેવાઓ લકવાગ્રસ્ત બનતાં લોકોને હેરાનગતિ.

જેતપુર

જેતપુર અહીંની નગરપાલિકામાં છેલ્લા આઠ-દસ માસથી વહીવટદાર શાસન છે. પરંતુ નગરપાલિકાના વહીવટદારનો વહીવટ ખાડે ગયો છે. બિસમાર રસ્તાઓ, ઉભરાતી ગટરો,ઠેર ઠેર ગંદકી,કચરો, દુષિત પાણી વિગેરે સમસ્યાથી નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. સરકાર દ્વારા વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવા છતાં પાલિકાના વહીવટકર્તાઓની ઘોર બેદરકારીના કારણે નગરજનોને હાલાકીનો સામનો કરવો પડે છે.

ઊબડખાબડ રસ્તાઓ, ખુલ્લી ગટર, લાદી રોડ પર ઉભરાતી ગટરો, જાહેર માર્ગ પર દૂષિત ગંદાં પાણીના નિકાલ સહિતની અનેક સમસ્યા

જેતપુરમાં એક લાખ ઉપરાંત | નગરજનો રહે છે. રાજ્ય સરકાર દ્વારા સારા રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, લાઈટ, | પાણી તેમજ સફાઈ બાબતે એ ગ્રેડની નગરપાલિકાને વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. પરંતુ આ ગ્રાન્ટનો સદઉપયોગ થવાને બદલે અધિકારીઓ આ કામમાં મારુ શું થશે ? તેવી નીતિને કારણે શહેરમાં એક પણ રોડ એવો નથી કે જેને અધિકારીઓ ઉત્તમ કામગીરીના નમૂના રૂપે રજૂ કરી શકે.રોડ ઉપરાંત ભૂગર્ભ ગટર, સફાઈ કે સ્ટ્રીટ લાઈટના કામને પણ સારી કામગીરીના ઉદાહરણ રૂપે રજૂ કરી શકે । તેવી નગરપાલિકાની કામગીરી નથી.

શહેરમાં વિવિધ કામગીરી માટે કોન્ટ્રાક્ટ અપાયા છે પરંતુ ફક્ત કામગીરી છે તે ચોપડે જ નોંધાઈ રહી છે. જેમાં આક્ષેપો મુજબ જોવા જઈએ તો વોટરવર્કસ શાખામાં, કૂતરા રસીકરણ અને નસબંધીકરણ, ગટર| રીપેરીંગ, શહેરથી ભાદર સુધીની જૂની પાઈપલાઈન કાઢવામાં આવી સ્મશાન તથા સાર્વજનિક બગીચાની સફાઈ અને દેખરેખ માટે માસિક રૂપિયા ૭ લાખ ઉપરનો કોન્ટ્રાક્ટ અપાયો છે પણ આ માટે કામદારો પણ મૂકાયા નથી અને રૂપિયા હજમ થાય છે એવા લોકોમાં

આક્ષેપો થઈ રહ્યા છે. શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સી.સી. રોડ બનાવામાં આવેલ હતા જે બે થી છ મહિનાની અંદર ચાલવા લાયક રહ્યા નથી. વિકાસના નામે ભયંકર ભ્રષ્ટાચાર થયાની હૈયા વરાળ વ્યકત થઈ રહી છે. વહીવટીદારની અણઆવડત કે બેદરકારીના કારણે શહેરની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. આ મામલે નગરજનો માંગ કરી રહ્યા છે કે જિલ્લા કલેકટર જેતપુર આવે અને વહીવટીદાર અને ચીફઓફિસરને જરૂરી સુચનાઓ આપે અને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવે તમામ સમસ્યાઓને દૂર કરી દેવામાં આવે.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)