જેતપુર
જેતપુર સિટી પોલીસે બાતમીના આધારે જાગૃતીનગરમાં રહેતા શાંતીબેન દેવાભાઈ તરખાલા પોતાના રહેણાક મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા ૯ મહિલા સહિત ૧૬ શખ્સોને ૨૨,૭૪૦ મુદામાલ સાથે ઝડપી લીધા હતાં
જેતપુર સિટી પોલીસના પી.આઇ.એ.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ટીમ ગણનાપાત્ર કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન જેતપુર સીટી પોલીસ ટીમને ખાનગી બાતમીદાર મારફતે અગાઉથી હકીકત મળેલ હતી કે જેતપુરના જાગૃતીનગરમાં રહેતા શાંતીબેન દેવાભાઈ તરખાલા પોતાના રહેણાંક મકાનમાં જૂગાર રમાડતી હોવાની બાતમી આધારે રેડ કરતા જૂગાર રમતા (૧) શાંતીબેન દેવાભાઈ તરખાલા, (૨) જયશ્રીબેન શૈલેષભાઈ સરવૈયા, (૩) પુષ્પાબેન રમણીકભાઈ જોટંગીયા, (૪) શારદાબેન વિનુભાઇ વાઘેલા, (૫) પુર્વીબેન મહેશભાઈ મકવાણા, (૬) અરૂણભાઈ કનુભાઈ વાઘેલા, (૭) બાવભાઈ હકુભાઈ વાઘેલા, (૮) દિપભાઈ લખુભાઈ ઓડેદરા, (૯) મહેશભાઈ ચિમનભાઈ મકવાણા, (૧૦) વિપુલભાઈ ગોરધનભાઈ ખાવડીયા, (૧૧) દક્ષાબેન બાલુભાઈ મોકરીયા, ( રહે. તમામ જાગૃતીનગર, ) (૧૨) વર્ષાબેન કમલેશભાઈ ચોવડીયા, (૧૩) પ્રતિભાબેન હરસુખભાઈ વેકરીયા,(૧૪) વિરેન્દ્ર હરદાસભાઈ ભુથર, (૧૫) ઇલાબેન વિરેન્દ્ર હરદાસભાઈ ભુથર, ( રહે. પંચવટી સોસાયટી, (૧૬) મુકેશભાઈ લખમણભાઈ વાઘેલા, રહે.પીઠડીયા ગામ ) ને તમામ ૧૬ શખ્સોને રોકડા રૂા. ૨૨,૭૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી હતી.
અહેવાલ:- કરણ સોલંકી (જેતપુર)