જેતપુર
શહેરમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વર્ષોથી ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં શહેર તાલુકા તેમજ દૂરથી લોકો બહોળી સંખ્યામાં મેળો માણવા આવે છે આ વર્ષે પણ પરંપરાગત રીતે પાંચ દિવસના લોકમેળાનું આયોજન શહેરની અગ્રણી સામાજિક સંસ્થા સીટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવનાર છે.સૌરાષ્ટ્ર ભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવતી હોય છે જેમાં શહેરમાં પાંચ દિવસના જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ લોકોના મનોરંજન માટે આગામી તારીખ ૨૪/૮/૨૪ થી ૨૯/૮/૨૪ દરમિયાન જીમખાના મેદાન ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ મેળાનું ઉદઘાટન તારીખ ૨૪/૮/૨૪ શનિવાર સાંજે ૭ કલાકે જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના હસ્તે કરવામાં આવશે. સીટી કાઉન્સિલના જયંતીભાઈ રામોલિયા (ડાઈગ એસોસિયન પ્રમુખ),, પ્રવીણભાઈ ગજેરા,પ્રવીણભાઈ નંદાણીયા વિગેરેના માર્ગદર્શન હેઠળ આ મેળાને સીસીટીવી કેમેરા તેમજ કડક પોલીસ બંદોબસ્ત તેમજ વીમા સુરક્ષા પૂરી પાડવામાં આવશે યોજાતા આ જન્માષ્ટમી મેળો માણવા આવનાર તમામ લોકો આનંદ છે મેળો માણી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
નાના મોટા સૌ કોઈ માટે બ્રેક ડાન્સ, મોતનો કૂવો, ઝૂલા, ટોરાટોરા જેવી અનેક રાઈડ્સ જન્માષ્ટમીની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ભક્તિ સભર ઉજવણી કરવામાં આવશે. આ મેળાના આયોજન માટે પ્રમુખ ચંદ્રેશભાઇ ધડુક, સેક્રેટરી વિનુભાઈ સિદ્ધપરા, યુવા પ્રોજેક્ટ ચેરમેન યોગેશભાઈ શિંગાળા સહિત જુદી જુદી કમિટીના મેમ્બરો ભારે જેમ જ ઉઠાવી રહ્યા છે.
અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)