જોડિયા તાલુકાના લીંબુડા ગામે પ્રાથમિક શાળા માં સ્વચ્છતા હી સેવા અને તાલુકા સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ માં કે નામ નો શુભારંભ.

જોડિયા

જોડિયા તાલુકા કક્ષાના સ્વચ્છતા હી સેવા /સેવા સેતુ /એક પેડ માં કે નામ કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જોડિયા તાલુકામાં આવેલ લીંબુડા ગામની પ્રાથમિક શાળાએથી કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ મદદનીશ કલેક્ટરશ્રી ધ્રોલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમાં લોક આગેવાનો ,જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ રસીલાબેન દામજીભાઇ /માજી જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા અને APMC ડાયરેક્ટર જીતુભાઈ ગાંભવા ગામ આગેવાનો /મામલતદાર જોડિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી જોડિયા તથા તમામ વિભાગના અધિકારી કર્મચારી હાજર રહેલ
*રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આગામી જન્મજયંતિ નિમિતે સ્વચ્છતા હી સેવા આંદોલન નિમિત્તે જન આંદોલન થકી સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

તા 17 સપ્ટેમ્બરના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારશ્રીની વિવિધ પ્રકારની સેવાઓ માટે કુલ 1070 લોકોની સેવાનો હકારાત્મક નિકાલ સ્થળ પર જ આપવામાં આવીયો

ઉક્ત સમગ્ર સમારોહમાં આજુબાજુના ગામોમાંથી પધારેલા લોક આગેવાનશ્રીઓ, લીંબુડા અને આજુબાજુના ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, વિવિધ વિભાગના કર્મચારીગણ, અરજદારો, શાળા પરિવારના સભ્યો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

અહેવાલ :-દામજી વેકરિયા (જોડિયા)