ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું.

 

ઝઘડિયા

રાજ્યભરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજનને અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન ઝઘડિયા ના તાલુકા લીગલ સર્વિસ કમીટીના ચેરમેન (સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ) કુમારી એચ.એસ.પટેલ તથા ઝઘડિયાના જયુડીસીએલ ફ.ક મેજિસ્ટ્રેટ જે.ટી પટેલના પ્રયાસ થી કરવામાં આવ્યું હતું, ઝઘડિયા તાલુકા કોર્ટમાં આયોજન થયેલ લોક અદાલતને કુમારી એચ.એસ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી હતી

આ પ્રસંગે તાલુકા લીગલ સર્વિસ કમિટી ના ચેરમેન એચ.એસ પટેલે સૌને લોક અદાલતની શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌનો સપોર્ટ મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો, આ પ્રસંગે ઝઘડિયા ના મેજિસ્ટ્રેટ જે.ટી પટેલ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અમિત ચૌહાણ, પંકજભાઈ રાણા, અરૂણ ચૌહાણ, પ્રિયંકા દેસાઇ વગેરે વકીલશ્રીઓ તથા ઝઘડિયા તાલુકા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને લોક અદાલતને સફળ બનાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેમાં કુમારી એચ.એસ પટેલની અને જે.ટી પટેલ ની કોર્ટમાં મળી કુલ ૧૦૯૩ કેસ મૂકવામાં આવ્યા હતા જેમાં તમામ ૧૨૯ કેસોનો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો, આ કેસોમાં મની રિકવરી, ઇલેક્ટ્રિસિટી, નેગોસીબલ એક્ટ વગેરેના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)