ઝઘડિયાના અંકુર પટેલે ૩-આર.એ રેન્ક, ભરૂચના ભાવેશ ડોડીયા એ ૪ થો અને અમન કાનુગા એ ૪ થો રેન્ક મેળવ્યો .

ભરૂચ

ઝઘડિયા તાલુકામાં વેપારી અગ્રણી ગણાતા શુભમ સ્ટોર્સ ના માલીક અને ખેડૂત એવા અંકુર પટેલ (મોરણવાલા) વેપાર સાથે ખેતી અને બોડી બિલ્ડિંગનો અનોખો શોખ ધરાવે છે, અંકુર પટેલ ભરૂચના મયુરી ફિટનેસ માં ધવલ મહિડા જીમ ટ્રેનરના હાથ નીચે તાલીમ લઈ અવાર નવાર બોડી બિલ્ડિંગની ચેમ્પિયન શીપમાં ભાગ લેતા અને જીલ્લા કક્ષાએ સારૂ પરફોર્મન્સ ધરાવે છે, આજ પરફોર્મન્સ ના કારણે અને મયુરી ફિટનેશ અને જીમ ટ્રેનર ધવલ મહીડા ની તાલીમ અને યોગ્ય માર્ગદર્શન હેઠળ તેમને ઓલ ગુજરાત બોડી બિલ્ડીંગ ચેમ્પિયન શીપમાં ભાગ લેવાની તક મળી અને આ તક તેમણે ફળીભૂત કરી બતાવી હાલમાં જ રાજકોટ ખાતે યોજાયેલ ઓલ ગુજરાત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં તેમણે ભાગ લઇ તેમણે ઓલ ગુજરાત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં ૩ આર.એ (3 RA) રેન્ક મેળવવામાં સફળતા મેળવી છે, જયારે ભરૂચના ભાવેશ ડોડીયા એ ૪ થો અને અમન કાનુગા એ ૪ થો રેન્ક મેળવી ભરૂચ જિલ્લાના આ બોડી બિલ્ડરોએ આ સફળતાના પગલે ઝઘડિયા તાલુકા સહિત જીલ્લાનુ ગર્વ વધાર્યું છે, અંકુર પટેલ, ભાવેશ ડોડીયા, અમન કાનુગાની આ સફળતા થી ઝઘડિયાવાસીઓ તથા મિત્રમંડળે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)