ગિરનારી ગ્રુપ, જૂનાગઢના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, ઉતરાયણ પર્વના દિવસે લોકો અનેક રીતે જેવી કે ગાય માતાઓને ઘાસચારો, લાડુ ખવડાવીને તથા લોકોને અન્નદાન, વસ્ત્રદાન, તન, મન અને ધનથી પોતાની શક્તિ પ્રમાણે દાન પુન કરતા હોય છે. ત્યારે જૂનાગઢ નાં ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ દ્વારા દાતાઓના સહયોગથી જુનાગઢ શહેરની ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકો તથા તેમના પરિવારજનોને તલની સાની, રાજીગરાના લોટના લાડુ, મમરા ના લાડુ, ચીકી, બિસ્કીટ, ચોકલેટ, વેફર, સંતરા, બોર સહિતની જુદી જુદી વસ્તુઓનું વિતરણ કરીને સાથે ભરપેટ ભોજન પ્રસાદ કરાવવામાં આવેલ હતો.
આ ઉતરાયણ પર્વની સેવામાં ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ દિનેશભાઈ રામાણી, સમીરભાઈ ઉનડકટ, કિર્તીભાઈ પોપટ, ડૉ. કાનજીભાઈ માલમ, ડૉ. રમેશભાઈ માલમ, ડૉ. અંકિતાબેન કરગઠીયા, ડૉ. રવિન્દ્રભાઈ ચુડાસમા, ડૉ. નમ્રતાબેન ચુડાસમા, વિશાલભાઈ અભાણી, સુધીરભાઈ રાજા, દિલીપભાઈ દેવાણી, કશ્યપભાઈ દવે, ચિરાગભાઈ કોરડે, પંકજભાઈ ભટેચા, ભરતભાઈ ભાટીયા, સુધીરભાઈ અઢિયા, મનીષભાઈ રાજા, ગુડી બેનસેઠ, નિશીબેન મિશ્રા, પરેશભાઈ પાઠક સહિતના લોકોએ ઉપસ્થિત રહીને પોતાની સેવાઓ આપેલ હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)