ઝોલા છાપ તબીબો દ્વારા શરૂ કરાયેલી જન સેવા હોસ્પિટલ આખરે આરોગ્ય વિભાગે સીલ કરી

આખરે 5 દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલને સીલ કરી છે. આ સાથે જ હોસ્પિટલની બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને 7 દિવસમાં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું છે.

 

ભાડાનો કરાર પણ બોગસ ડૉક્ટરના નામે આ નકલી હોસ્પિટલ બે નકલી ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી. અહીં પહેલા મહાલક્ષ્મી થિયેટર હતું, જે 2011માં બંધ થયું હતું. ઉદ્ઘાટનના 15 દિવસ પહેલાં જ અહીં હોસ્પિટલ શરૂ કરવા માટેના કામની શરૂઆત થઈ હતી. હોસ્પિટલ માટેનો ભાડાના કરાર બોગસ ડોક્ટરોના નામે કરવામાં આવ્યો હતો. બે બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રિમેન્ટ કર્યું હતું. બોગસ તબીબ બબલુ રામાશ્રય શુક્લા, રાજારામ દુબે અને ડો. જી.પી. મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે કારણ કે, અગાઉ બે નકલી ડોકટરોની ધરપકડ થઈ ચૂકી છે તેમછતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા. આ લોકોએ સપ્ટેમ્બર માસમાં ભાડા કરાર બનાવ્યું હતું.