ટીંબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે 100 જેટલી ન્યુટીશન કીટનું વિતરણ કરાયું.

વડોદરા

ટીંબી મુક્ત ભારત અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર કરેલા કાર્યક્રમ અનુસંધાને ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે 100 જેટલી ન્યુટીશન કીટનું વિતરણ લાયન્સ ક્લબ ઓફ કારેલીબાગ વડોદરા ના સહયોગથી ડોક્ટર અને આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જેમાં ટીંબીના દર્દીઓને કીટ આપી ટીંબી ધરાવતા દર્દીઓ માટે સમજ આપવામાં આવી હતી અને ખોરાક કઈ રીતના ખાઓ શું કરવું તે અંગે લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલ પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ તથા ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા ડોક્ટર અધિકારી વિપુલ ત્રિવેદી તાલુકા અધિકારી ડોક્ટર પ્રમોદ વિગેરે મહાનુભાવો ની ઉપસ્થિતિમાં દર્દીઓને ન્યુટીશન ખોરાકની કીટ વિતરણ કરવામાં આવી હતી…

અહેવાલ :- હર્ષ પટેલ વડોદરા