ડભોઇ તાલુકાના માવલી ભાવપૂરા તેમજ કુવરવાડા ગામે શાળા પ્રવેશોત્સવ અને ચોપડા વિતરણ કરાયું.

વડોદરા

વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાના શ્રી ગણેશ એટલે શાળા પ્રવેશોત્સવ 21 વર્ષ પહેલા રાજ્યના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો હતો જેના પરિણામે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયા પણ ઘટ્યો છે આજના આ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ ના પરિણામે દીકરીઓમાં શિક્ષણન ઉચ્ચ પરિણામો જોઈ શકીએ છીએ જેને લઇ આજરોજ ડભોઇ તાલુકાના માવલી,ભાવપુરા,તેમજ કુંવરવાડા ગામે શાળા પ્રવેશોત્સવ અને સાથે ચોપડા વિતરણ નું કાર્યક્રમ કરાયું હતું.

પ્રાથમિક શાળા ખાતે નવા પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છા પાઠવી શૈક્ષણિક કીટનું વિતરણ કરી ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે માવલી ભાવપુરા અને કુંવરવાડા ગામે નવા પ્રવેશ કરેલ બાળકોને પ્રવેશ આપી શૈક્ષણિક કીટનું વિતરણ કરી પ્રવેશોત્સવ કરાયું હતું સાથે ડભોઇ આરોગ્ય અધિકારી નીલકમલસિંહ અને બીઆરપી નિમિષાબેન પ્રજાપતિ ડભોઈ કિસાન મોરચાના પ્રમુખ રાજેન્દ્ર પટેલ, સંજયભાઈ પટેલ,જયેશ ભાઈ પટેલ (માવલી) ગામના આગેવાનો તેમજ વાલીઓ તથા શાળાના શિક્ષકો હાજર રહી તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)