ડભોઇ,
ડભોઇ તાલુકાના પણસોલી વસાહત પાસે આજે સવારે એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં મારુતિ સ્વિફ્ટ કાર ઝાડ સાથે જોરદાર અથડાતા વડોદરાના 27 વર્ષીય યુવક પ્રકાશ ઈશ્વરભાઈ ગોહિલનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માતમાં કારમાં સવાર બે અન્ય યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક ડભોઇની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, GJ-34-H-8763 નંબરની મારુતિ સ્વિફ્ટ કાર વડોદરા તરફ જઈ રહી હતી. દરમિયાન ડ્રાઈવ કરતી વખતે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવાતા કાર માર્ગની બાજુએ આવેલા ઝાડ સાથે ભટકી હતી. ઘાતક ધડાકાના કારણે કાર આગળના ભાગે તિનાઈ ગયેલી સ્થિતિ સર્જાઈ હતી.
પ્રકાશ ઈશ્વરભાઈ ગોહિલ નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું સારવાર કાર્ય ચાલુ છે.
ઘટનાની જાણ મળતાની સાથે ડભોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી જખ્મીઓની મદદ કરવી સાથે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપશ્રી રીતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના કારણે ઘટનાસ્થળે કેટલાક સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. સ્થાનિક લોકોએ પણ પોલીસને મદદરૂપ બની બચાવ કામગીરીમાં સહકાર આપ્યો હતો.
અહેવાલ: વિવેક જોષી, ડભોઇ