ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટેની એપીએમસીના ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ .

વડોદરા

ડભોઇમાં નવરાત્રી મહોત્સવ ને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહેલ છે.ડભોઈ નગર કોટ વિસ્તાર બહાર આવેલ ખેતીવાડી બજાર સમિતિના ગ્રાઉન્ડ પર ભવ્ય ગરબા યોજવામાં આવનાર હોવાનું મુખ્ય આયોજક તરફ થી જણાવવામાં આવેલ છે.નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે બજાર સમિતિના મેદાનમાં માં ગઢભવાની દર્ભાવતિ કલ્ચરલ ગૃપ આયોજિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે ડભોઇ ના

ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ભાવેશભાઈ પટેલ નડા ડભોઇ નગરપાલિકાના પ્રમુખબિરેન શાહ વિશાલભાઈ શાહ તેમજ મુખ્ય આયોજકો અને મુખ્ય સલાહકાર સમિતિ, મહિલા સલાહકાર સમિતિ સહિત વિવિધ સમિતિઓ ની રચના કરવામાં આવી હતી.માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગૃપ ઘ્વારા બજાર સમિતિ ના મેદાન ખાતે મંડપ, રંગ બે રંગી લાઈટિંગ ડેકોરેશન,બેઠક વ્યવસ્થા સહિત ખૈલેય્યાઓ માટે સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે.જ્યારે વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા પણ કરાઈ છે. આમ નવલી નવરાત્રી નું ઉજવણી માટે ની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)