જૂનાગઢ:
માનવ અધિકાર ક્ષેત્રે કાર્યરત ડિગ્નીટી જસ્ટિસ ફોર હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશન ની રાષ્ટ્રીય કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક આગામી 25 મેના રોજ સાળંગપુર ખાતે યોજાવાની છે.
મિડિયા સેલના રાષ્ટ્રીય પ્રમુખ પાર્થ પંડ્યા દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આ બેઠકમાં ફાઉન્ડેશનની રાષ્ટ્રીય તથા ગુજરાત કોર ટીમ ઉપરાંત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા હોદેદારો અને સક્રિય સભ્યોની ઉપસ્થિતિ રહેશે.
બેઠકમાં સંસ્થાની આગામી કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવશે, નવા હોદેદારોની નિમણૂક પણ કરવામાં આવશે તેમજ આગામી એવોર્ડ ફંક્શન માટે તૈયારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
ફાઉન્ડેશનના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ તથા ગુજરાત ટીમના તમામ અગ્રણીઓ બેઠકમાં હાજર રહીને સંસ્થાના કાર્યક્ષેત્રને વધુ દૃઢ બનાવવા માર્ગદર્શન પૂરૂં પાડશે. આ બેઠક સંગઠનની નીતિઓ અને કાર્યપદ્ધતિઓને નવી દિશા આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ