આજરોજ જૂનાગઢ રેન્જમાં રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાયની અધ્યક્ષતામાં મંથલી ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રાજ્યના ADGP કક્ષાના અધિકારીઓ, તમામ પોલીસ કમિશનર તથા રેન્જ IGP હાજર રહ્યા હતા.
કોન્ફરન્સ બાદ ડી.જી.પી વિકાસ સહાય દ્વારા પ્રેસ બ્રીફિંગ આપવામાં આવ્યું હતું જેમાં તેમણે રાજ્યના ક્રાઇમ કન્ટ્રોલ માટે લેવામાં આવી રહેલી મહત્વની કામગીરીઓ વિષે વિગતો આપી હતી:
- વ્યાજખોરીના ગુનાઓ સામે કાર્યવાહી માટે વધુ ગુના દાખલ કરીને ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
- “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રમ હેઠળ લોકોનો મુદ્દામાલ ઓળખી અને પરત આપવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
- “ત્રણ વાત અમારી – ત્રણ વાત તમારી” કાર્યક્રમ દ્વારા લોકલ પ્રશ્નો અંગે સીધી પોલીસ સંવાદ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
- ગુનેગારોની 100 કલાકની અંદર તપાસ કરી અને સરકારી જમીન પર કરાયેલા બિનકાયદેસર બાંધકામનો ડિમોલિશન કરવામાં આવ્યો છે.
- રાજ્ય સરકારે લોન્ચ કરેલા “આઈ પ્રગતિ” પોર્ટલથી ફરિયાદીને પોતાની ફરિયાદના દરેક સ્ટેજની માહિતી મેસેજ દ્વારા ઉપલબ્ધ થશે, જેનાથી ફરિયાદી લોકોને સુવિધા મળશે.
- ડિજિટલ અરેસ્ટ અંગે વાત કરતાં ડીજીપી સાહેબે જણાવ્યું કે સાઇબર ક્રાઇમને નિયંત્રિત કરવા માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
- કોસ્ટલ સિક્યોરિટી મુદ્દે પ્રશ્નના જવાબમાં જણાવાયું કે ફિશરમેન વોચ ગ્રુપ, કોસ્ટગાર્ડ, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તથા પોલીસ બોટ પેટ્રોલિંગ દ્વારા સોમનાથ અને જૂનાગઢના દરિયાકાંઠે સુરક્ષાની પક્કડ વ્યવસ્થા છે.
આ કોન્ફરન્સમાં પોલીસ વિભાગે તેમના મિશન અને કાર્યપદ્ધતિથી લોકોને સુરક્ષાની ખાતરી આપી હતી.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ