ડૉ. સુભાષ આર્ય કન્યા વિદ્યાલય જૂનાગઢ ખાતે સર્જનાત્મક કલા કૃતિઓનું પ્રદર્શન યોજાયુ.

ડૉ. સુભાષ આર્ય કન્યા વિદ્યાલય ની બાળાઓના સર્વાંગી વિકાસ માટે સંસ્થાનાં પ્રમૂખ માનનીય શ્રી જવાહરભાઈ ચાવડા અને મીતાબેન ચાવડા ના સીધા માર્ગદર્શન હેઠળ શિક્ષક ભાઈઓ અને બહેનો (શૈક્ષણિક સ્ટાફ) સતત જાગૃત અને કાર્યરત રહેતો હોય છે. અવનવી અને વિવિધ પ્રવૃતિઓ થી શાળા સંકુલ ધમધમતુ હોય છે. દીકરીઓ અપાર સર્જનાત્મકતા રહેલી છે તે કળાને પ્લેટફોર્મ મળે તે માટે સંસ્થામા અભ્યાસ કરતી દીકરીઓ દ્વારા બનાવેલ વિવિધ હેવિંગ આઇટમ્સ, વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓનું વિશાળ પ્રદર્શન યોજાયુ હતુ.

આ તકે સંસ્થાનાં પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડા તથા મીતાબેન ચાવડા એ પૂર્ણ સમય ફાળવીને દીકરીઓની સર્જનાત્મકતા ને બિરદાવી હતી. તથા વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરી હતી. તેમજ શાળા પરિવારે પણ વિવિધ વસ્તુઓની ની ખરીદી કરી ને પ્રોત્સાહન પુરું પાડ્યું હતુ. આ પ્રસંગે દીકરીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ તકે ડૉ સુભાષ આર્ય કન્યા વિદ્યાલય ના આચાર્ય શ્રી ની ખૂબ સુંદર વ્યવસ્થા થી સજ્જ નવી ઓફિસ નું ઉદ્દઘાટન સન્માનીય શ્રી મીતાબેન ચાવડા એ કર્યું હતું આ તકે જવાહરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત આ તકે પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડા અને મીતાબેન ચાવડા એ સમગ્ર શાળા સ્ટાફ સાથે વિવિધ વિષય અને શાળાના વિકાસ, સ્કીલ ડેવલપમેન્ટ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.

અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)