આયુર્વેદ અથવા આયુર્વેદશાસ્ત્રએ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુ અને શરીરનો સંબંધ શાશ્વત છે. આયુર્વેદમાં આ વિષયમાં વિચાર કરાયો છે. ફળસ્વરુપ એ પણ શાશ્વત છે. જે વિદ્યા દ્વારા આયુષ્યને લગતાં સર્વપ્રકારના જ્ઞાતવ્ય તથ્યોંનું જ્ઞાન મળી શકે અથવા જેને અનુસરવાથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય એ તંત્રને આયુર્વેદ કહેવાય. આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માનવામા આવે છે. આયુર્વેદની ઉત્પત્તિ મહર્ષિ દેવતા બ્રહ્માજી દ્વારા થઇ, જેમણે બ્રહ્મસંહિતાની રચના કરી. કહેવાય છે આયુર્વેદના જ્ઞાનના આદિ સ્ત્રોત વેદને માનવામાં આવે છે.
આયુર્વેદનું વર્ણન ચારોં વેદોંમાં પણ કરવામાં આવ્યું છે. ડૉ.સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ આયોજિત ‘દેશ કા પ્રકૃતિ પરિક્ષણ’ અભિયાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ના વૈદ્ય અંજનાબહેને આયુર્વેદની મહતા અને ઉપયોગીતા સમજાવી હતી અને વિશેષમાં જણાવેલ કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રકૃતિ શિક્ષણ અભિયાન શરુ કરેલ છે જેના અંર્તગત આ શિબિર છે. હોસ્પિટલની ટીમે વિધાર્થી સાથે પ્રશ્નોતરી કરી અને એપ દવારા પરિક્ષણ કરાવ્યું હતું. આ પ્રસંગે આચાર્યશ્રી સાહિત્ય મર્મજ્ઞ ડૉ.બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે “આ પ્રકારની શિબિરો વિધાર્થીઓમાં વિશેષ જ્ઞાન પ્રદાન કરે છે અને સાથે સાથે અભ્યાસ સિવાય જીવન ઉપયોગી બાબતો શીખવે છે. આયુર્વેદના મૌલિક સિદ઼ધાંતોનો શરીરમાં કેવો પ્રભાવ અને અસર કરે છે તે સમજાવ્યું હતું. ભારતવર્ષના વિદ્વાનોએ ભારતની જળવાયુ, ભૌગોલિક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન,ભારતીય જ્ઞાન-વિજ્ઞાનના દ્રષ્ટિકોણને ઘ્યાનમાં રાખીને વિકસિત કર્યો હતો.જ્યોતિષ શાસ્ત્ર મુજબ જન્મના ગ્રહો અનુસાર શરીરનું બધારણ થાય છે અને એ પ્રમાણે પ્રકૃતિ નિર્માણ પામતી હોય છે.”
આ પ્રકૃતિ પરિક્ષણ અભિયાનમાં માં બહોળી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા. તથા કંઇક વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યાનો અહેસાસ કર્યો હતો.આ પ્રકારના વિધાર્થીલક્ષી કાર્યક્રમો યોજવા બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ ચાવડાએ સહુને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રા.ચેતનાબહેન ચુડાસમાએ કર્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)