ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે જુનાગઢ મહાનગર ભાજપા દ્વારા ડો.બાબા સાહેબની પ્રતિમા ની સફાઈ કરવામાં આવી.

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા તથા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાનાં માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં કાર્યકરો દ્વારા ડો.ભીમરાવ આંબેડકર જયંતી સન્માન અભિયાન અંતર્ગત વોર્ડ નં ૧૦ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાની સાફસફાઈ તેમજ રંગોળી કરવામાં આવેલ જેમાં પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તથા પલવીબેન ઠાકર, જીતુભાઈ મણવર, જે કે ચાવડા, ગીતાબેન પરમાર, યોગીભાઈ પઢિયાર, કમલભાઈ ચુડાસમા, અભયભાઈ રીબડીયા, જીતુભાઈ પરમાર, મનુભાઈ મોકરિયા, પ્રવીણભાઈ વાઘેલા, વિજયભાઈ દાફડા, ચંદ્રિકાબેન રાખસીયા, પરાગભાઈ રાઠોડ, હસમુખભાઈ મકવાણા,
જયોતીબેન વાડોલિયા, કનકબેન વ્યાસ, રુષિકેશ મર્થક, વોર્ડ પ્રમુખો અનુ જાતિ મોરચાના હોદેદારો મોહનભાઈ પરમાર દિનેશભાઈ ચુડાસમા સી ડી પરમાર તેમજ આગેવાન ઓ મોટી સખ્યામાં મહાનગરનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.


ટીબાવાડી દલિત સમાજમા આજરોજ સાંજે 6.30 કલાકે મુયર ભલાણી, ઈલાબેન બાલસ, મધુબેન મિયાત્રા, માધવભાઈ વારસુર તથા દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા જુનાગઢ મહાનગરનાં દરેક વોર્ડમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમ શ્રી સંજય પંડ્યા ની યાદી જણાવે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ