6 ડીસેમ્બર1956 થી 2024 ભારત રત્ન સિમ્બોલ ઓફ નોલેજ એવા ભારતીય બંધારણ ના શીલ્પી એવા ડો. બી. આર. આંબેડકર સાહેબના નિર્વાણ દિન નિમિત્તે એસ.ડી.બી. હાઈસ્કૂલ લોએજમાં બાબાસાહેબ ના પ્રતિમાને વિદ્યાર્થી સ્ટાફ પરિવારે પુષ્પાંજલિ અર્પણ કરી . તેમજ બાબાસાહેબ ના જીવન કવન વિશે માહિતગાર કર્યા અને એવો સંદેશો પ્રાપ્ત કર્યો કે જીવનમાં સંઘર્ષ કરી રાષ્ટ્રને ઉપયોગી બનવુ જોઈએ. આર્થિક સામાજિક શૈક્ષણિક રીતે પછાત લોકોને આગળ લઈ આવવા માટે આવા મહાપુરુષો એ ખૂબજ સંઘર્ષ કરેલ. દરેક નાગરિક પોતાના રાષ્ટ્રનું કલ્યાણ કરવામાં પોતાના જીવનની પરવા કર્યા વગર નિર્વાણ પામી પોતાનુંજીવન સાર્થક બનાવી ગયા. લોએજ એજયુકેશન સોસાયટી સંચાલિતએસ.ડી.બી. હાઈસ્કૂલ લોએજ આચાર્ય રાજેન્દ્રભાઈ એસ.જાદવ સુપરવાઈઝર વેજાભાઈ આર. પીઠિયા ની યાદી જણાવે છે.
અહેવાલ : રાવલિયા મધુ માંગરોળ (કેશોદ)