ડો. સુભાષ મહિલા કોલેજ,જૂનાગઢમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.

ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને ડો. સુભાષ મહિલા આર્ટસ. કોમર્સ અને હોમ સાયન્સ કોલેજ, જૂનાગઢના ઉપક્રમે તા.૨૧-૦૨-૨૦૨૫ના રોજ ના વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવમાં આવી હતી . આ કાર્યક્રમનો પ્રારંભ કોલેજના આધસ્થાપક શ્રી પેથલજીભાઈ ચાવડા ‘બાપુજી’ના સ્મૃતિજ્ઞાન સ્મરણાંજલિ સાથે થયો હતો.દીપ પ્રાગટ્ય વિધિ બાદ સંસ્થાની આગવી પરંપરા મુજબ ઉપસ્થિત વિદ્વાનોને ગ્રંથ પુષ્પની ભેટ આપી એમનું સ્વાગત કરાયું હતું ઉપસ્થિત વક્તાઓને આવકારતા સંસ્થાના આચાર્યશ્રી બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે માતૃભાષા એ આપણી સહિયારી સંપદા છે એનું જતન અને સંવર્ધન કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે એમણે ઉપસ્થિત સૌને માતૃભાષાનો મહિમા સમજાવ્યો હતો અને ભૂમિકા બાંધી આપી હતી.

માતૃભાષાના મહત્વ અંગે ચર્ચા કરતા વિદ્વત વક્તા શ્રી રેવતુભા રાયજાદાએ પોતાના મનનીય પ્રવચનમાં જણાવ્યું હતું કે ગામડાઓ જીવશે ત્યાં સુધી ગુજરાતી ભાષા મરશે નહીં,આપણા બાળકો ખીચડી ભાષા બોલવા માંડ્યા છે,દુનિયામાં બે શોધ અગ્નિ અને ચક્રથી આજનું બધું જ બન્યું છે. ધરતીથી જોડાયેલો માણસ રહેશે ત્યાં સુધી ભાષાને કંઈ નહીં થાય એ મત વ્યકત કરેલ. એમણે ગીર અને બરડા પંથકમાં બોલાતી બોલીના માધુર્યની વાત કરી હતી લોકભાષા ની લઢણ અને ઉપયોતાગિતાનું મહત્વ ચીંધી બતાવ્યું હતું,

બીજા વક્તા કવિ અનુવાદક એવા શ્રી યોગેશ વૈદ્યએ જણાવ્યું હતું કે માણસનો માતૃભાષાનો પ્રથમ સ્પર્શ ઘોડિયાંમાં સુતો હોય ત્યારે થાય છે. માતૃભાષા ને બચાવવા માટે મા અને હાલરડાં સુધી જવું પડશે એમ કહી પોતાની ગિર જંગલ સંબંધિત કવિતાનું પઠન કરી સહુને મંત્રમુગ્ધ કર્યા હતા, વિશેષમાં તેમણે ગુજરાતી ભાષાના વિવિધ પ્રયોગો,તરાહો અને ભાષાના માધુર્ય વિશે ઊંડાણ સાથે વાત કરી હતી , અને ગુજરાતી કવિતામાં વ્યક્ત થતું ગ્રામ્ય જીવન અને છંદો બંધ કવિતામાં રહેલા પ્રકૃતિ નિરૂપણની વાત પણ રજૂ કરી ઉપક્રમને સફળ બનાવ્યો હતો.

 આ કાર્યક્રમમાં જાણિતા કવિશ્રી ડો. ઉર્વિશ વસાવડા હાજર રહેલ અને ગુજરાતી ભાષાના મહત્વ અંગે વાત કરી એમની કવિતાનું પઠન કરેલ. 

કાર્યક્રમના અંતમાં અધ્યાપકશ્રી અશોક રાબડીયાએ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રેરક શ્રી ભાગ્યેશ જહાં અને મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ. સમગ્ર આયોજન- કાર્યક્રમનું સંકલન કર્તા અજયસિંહ પરમાર બિપિન પટેલ,નરેશ સોલંકી અને પીયુષ મર્થક તેમજ વિદ્વત વક્તાઓ પ્રત્યે સંસ્થા વતી કૃતજ્ઞભાવ વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઉપક્રમનું સંચાલન પ્રા. કૌશિક પંડ્યાએ કર્યું હતું.અંતે સહુ ઉપસ્થિત લોકોએ ગુજરાતી ભાષામાં પોતાના હસ્તાક્ષર કરી માતૃભાષા પ્રત્યે પ્રેમ પ્રગટ કર્યો હતો. સંસ્થાના પ્રમુખશ્રી જવાહરભાઈ ચાવડાએ સૌને માતૃભાષા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)